Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

* બુધવાર ૧૮ એપ્રિલથી મંગળવાર ૨૪ એપ્રિલ સુધી

Updated: Apr 18th, 2018

GS TEAM


Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજીપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વોન્ડસ, સ્વોર્ડસ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાની જોડીમાં ૧થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઑફ વોન્ડસ, સ્વોર્ડસ, કપ્સનું કાર્ડ ઉમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, મેજીશીયન્સ, ધ હાઇપ્રિસ્ટ, ધ એમ્પેરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરસન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મ રાશિ- ચંદ્રરાશિ પ્રમાણે જોવું.
- ઇન્દ્રમંત્રી.

મેષ (અ. લ. ઇ.) : The Empress (R) - ધ એમ્પ્રેસનું ઊલટું આવેલું કાર્ડ કૌટુંબિક બાબતોમાં તમારે મહત્ત્વના નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં તમારી કસોટી થશે કારણ હોય કે ન હોય, તમારું મન મુંઝાયેલું રહેશે. તા. ૨૦, ૨૧, શુભ.

વૃષભ (બ. વ. ઉ.) : The Fool- ધ ફૂલનું કાર્ડ તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા હોવાનું પરંતુ મન દ્વિધાયુક્ત હોવાનું સૂચવી જાય છે. તમારા આત્મવિશ્વાસ- દ્રઢ સંકલ્પની કસોટી થઈ શકે જેમાં તમને સફળતા મળશે. વિલંબમાં પડેલા કામો ઉકેલી શકાશે. તા. ૧૮, ૧૯, ૨૨, ૨૩, ૨૪ શુભ.

મિથુન (ક. છ. ઘ.) : Devil- ડેવિલનું કાર્ડ એક યા બીજા પ્રકારે તમારે ચાલુ સપ્તાહ દરમ્યાન વધુ પડતી દોડાદોડી રહેવાનું સૂચવી જાય છે. આકસ્મિક ખર્ચાઓનો યોગ બનશે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર અનિવાર્ય બની રહેશે. વાણી પર સંયમ જાળવવો હિતાવહ રહેશે. તા. ૨૦, ૨૧ શુભ.

કર્ક (ડ. હ.) : The Star - ધ સ્ટારનું કાર્ડ તમારા મનગમતા કાર્યો સરળતાપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકો તેવી ઘટના બનશે. આરોગ્ય અંગે કોઈ વ્યવહારૃ તકલીફ અનુભવી રહ્યા હો તેમાં રાહત જણાશે. સ્વજનો સાથેની મુલાકાત લાભદાયક બનશે. તા. ૧૮, ૧૯, ૨૨, ૨૩, ૨૪ શુભ.

સિંહ (મ. ટ.) :Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા વ્યવસાય ક્ષેત્રે નવી તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. જેનો સ્વીકાર લાભદાયક બની રહેશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં રહેવા છતાં એકંદરે નાણાંકીય લાભ મળશે. કોર્ટ- કચેરી અંગેના કાર્યોમાં સફળતા મળશે.  તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ

કન્યા (પ. ઠ. ણ.) : The World -ધ વર્લ્ડનું કાર્ડ જે કાર્યમાં તમે સફળતા ઇચ્છી રહ્યા હો તે ચાલુ સપ્તાહ દરમ્યાન થવાનું સૂચવી જાય છે. પ્રવાસ મુસાફરી અંગે નિર્ણય લેવાનો આવશે. દૂરની મુસાફરી માટે કોઈ અવરોધ સર્જાયેલો હોય તો તે દૂર થઈ શકશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ

તુલા (ર. ત.) : The Chariot - ધ શેરીઓટનું કાર્ડ કોઈની પણ સાથે મતભેદભર્યા સંબંધો ઉદ્ભવેલા હશે તેનું સુખદ નિરાકરણ આવવાનું સૂચવી જાય છે સ્થાન પરિવર્તન લાભદાયક નીવડશે. નવાં કાર્યોની શરૃઆત કરી શકાશે. જીવનસાથીનો સહકાર મેળવી શકશો. તા. ૨૨, ૨૩, ૨૪, શુભ.

વૃશ્ચિક (ન. ય.) : The Hangdeman-ધ હેંગમેનનું કાર્ડ તમે વધુ પડતા લાગણીવશ બની જઈ શકો તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. દાંપત્યજીવનમાં કોઈ મતભેદ સર્જાયેલા હોય તો તેના નિરાકરણ માટેના સંજોગો ઉદ્ભવશે. ભાગીદારી સંબંધિત બાબતોના નાણાંકીય વ્યવહારોમાં અગત્યના નિર્ણય લેવાના આવશે. તા. ૧૮, ૧૯, શુભ

ધન (ભ. ધ. ફ. ઢ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ સંતાનોના અભ્યાસ અને વિવાહ લગ્ન અંગેના પ્રશ્નોમાં સ્વજનોનું માર્ગદર્શન ઉપયોગી બની રહેવાનું સૂચવી જાય છે. વારસાગત બાબતોના પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવામાં ફાયદો થશે. વધુ પડતા આત્મવિશ્વાસ દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં કસોટી થઈ શકે. તા. ૧૮, ૧૯, ૨૦, ૨૧ શુભ

મકર (ખ. જ.) : The Sun- ધ સનનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. એકાદ કાર્યમાં યશ મેળવી શકશો. નવું મકાન કે પસંદગીનું વાહન ખરીદી શકશો. નોકરી- વ્યવસાય ક્ષેત્રે બઢતી મળશે. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.) : The High priestess - ધ હાઇપ્રિસ્ટનું કાર્ડ કોઈ કારણસર તમે અસલામતી અનુભવી રહ્યા હોવાનું સૂચવી જાય છે. મિત્રોની મદદ તમારી મુંઝવણનો ઉકેલ લાવવામાં મદદરૃપ બની શકશે. અણધારી મુસાફરીનો યોગ ઉદ્ભવશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે તા. ૨૨, ૨૩, ૨૪ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) : The Lovers (R) - ધ લવર્સનું ઉલટું આવેલું કાર્ડ તમારી નજીકના સંબંધમાં રહેલી વ્યક્તિ માટે મનદુ:ખ ઉદ્ભવે નહિ તે માટે સાવચેતી રાખવા સૂચવી જાય છે. ચાલુ સપ્તાહ દરમ્યાન કોઈ પણ કામ માટે વચનબદ્ધ ન થવું સંતાનોની કારકિર્દી તથા વિવાહ લગ્ન અંગેના પ્રશ્નો અગત્યના બનશે. તા. ૧૮- ૧૯ શુભ.
 

Tags :