Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૧એપ્રિલથી મંગળવાર ૧૭ એપ્રિલ સુધી

Updated: Apr 11th, 2018

GS TEAM

Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઈન્દ્રમંત્રી

મેષ : (અ.લ.ઈ.): The Tower - ધ ટાવરનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમારા માટે ઊદ્ભવી રહેલા નવાં ફેરફારો-વિશેષ કરીને સંતાનોની બાબતો માટે લઇ રહેલા નિર્ણયો અંગે કંઇક અંશે મતભેદ ભર્યા બની રહેવાનું સૂચવી જાય છે. તમારા અંતરઆત્માને અનુસરી નિર્ણય લેવા લાભદાયક બની રહેશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૬, ૧૭. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) Jusitce - જસ્ટીસનું કાર્ડ કૌટુંબિક સમસ્યાઓમાં તમારે કોઈ વાદવિવાદ સર્જાયેલો હોય તેનું સુખદ નિરાકરણ આવવાનું સૂચવી જાય છે. નાણાંકીય સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થશે. સ્થાન પરિવર્તન કરવા ઇચ્છી રહેલાઓ માટે સમય અનુકૂળ રહેશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫. શુભ.

મિથુન (ક.છ.ઘ.) Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. અણધાર્યો પ્રવાસ થશે. સ્થાવર સંપત્તિ જેવી બાબતો લાભદાયક બનશે. નવું મકાન ખરીદવા પ્રયત્ન કરી રહેલાઓને સફળતા પ્રાપ્ત થશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

કર્ક (ડ.હ.): Devil - ડેવિલનું કાર્ડ કૌટુંબિક સમસ્યાઓમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે. નાણાંકીય બાબતો માટે યોગ્ય આયોજન કરવું અન્યથા કસોટી થઈ શકે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં રહેશે. આરોગ્ય અંગે સાવધાની રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૧૬. ૧૭ શુભ.

સિંહ (મ.ટ.) The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ કે જીવનસાથી સાથે વાદવિવાદ સર્જાયેલો હોય તો સમાધાનકારી વલણ અપનાવવું અથવા હાલ પૂરતું વાદવિવાદ સર્જ્યા વિના શાંતિપૂર્વક ઉકેલ લાવવો લાભદાયક રહેશે. આકસ્મિક ધનલાભ મળશે. વારસાગત પ્રશ્નોમાં ફાયદો થશે. તા. ૧૧, ૧૨, ૧૩. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારા મનગમતા કાર્યો સરળતાપૂર્વક થઈ શકવાનું સૂચવી જાય છે. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે યશ મેળવી શકશો. તમાર માનસન્માનમાં વધારો થશે. કુટુંબની વ્યક્તિઓ સાથે ટૂંકી મુસાફરીનો યોગ બનશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫. શુભ.

તુલા (ર.ત.) The Highpriestess - ધ હાઇપ્રિસ્ટેસનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવી શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓએ ટૂંક સમયમાં વિવાહ-લગ્ન બાબત નિર્ણય લેવાનો આવશે. ભાગીદારી સાથેના વ્યવસાયમાં લાભદાયક ફેરફારો ઊદ્ભવશે. તા. ૧૪, ૧૫, ૧૬, ૧૭ શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમને રોજિંદા કાર્યોમાં ધ્યાન આપવા સૂચવી જાય છે, નવાં કાર્યોની શરૃઆત માટે વિચારી શકો પરંતુ ઉતાવળ કરી તેનો અમલ કરવાનું સલાહભર્યું નથી.સંતાનોના આરોગ્ય બાબત સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૧૬, ૧૭. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : The Emperor - ધ એમ્પરરનું કાર્ડ વડિલ-સ્નેહી વ્યક્તિઓની સહકાર તમારા વર્તમાન પ્રશ્નોના ઉકેલ માટે અનિવાર્ય બની રહેવાનું સૂચવી જાય છે. જીવન સાથીના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. નોકરી-વ્યવસાયક્ષેત્રે વધારાની જવાબદારીઓ ઉભી થશે. તા. ૧૧, ૧૨, ૧૩. શુભ.

મકર (ખ.જ.) Death - ડેથનું કાર્ડ ન ગમતા સમાચાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઇપણ કારણસર તમે વ્યથિત રહેશો. તમારી વાસ્તવિક મુશ્કેલીઓ ન જેવી હોવા છતાં તેનું મોટું સ્વરૃપ તમને લાગશે પરંતુ ચાલુ સપ્તાહ ચિંતા કર્યા વિના શાંતિથી પસાર કરવું લાભદાયક રહેશે. તા. ૧૪, ૧૫. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) The Magician - ધ મેજીસીયનનું કાર્ડ તમારી વર્તમાન સમસ્યાઓમાં કોઈ વ્યક્તિ મધ્યસ્થી બની તેનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે. પરંતુ તેની ઉપર કેટલો વિશ્વાસ મૂકવો એ તમારે નક્કી કરવાનું રહેશે. આવકમાં વધારો થશે. નાણાંકીય મુશ્કેલીઓ હળવી બનશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૬, ૧૭. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) The star ધ સ્ટારનું કાર્ડ સંતાનોના પ્રશ્નોને લઈ તમે ચિંતિત રહેવાનું પરંતુ ચાલુ સપ્તાહ દરમ્યાન સમસ્યાઓનો ઉકેલ મેળવી શકવાનું સૂચવી જાય છે. શુભ-અશુભ કે મિશ્રફળ જન્મનાં ગ્રહોને આધીન રહેશે. સ્વઆરોગ્ય માટે કાળજી રાખવી. જીવનસાથીનો સહકાર અનિવાર્ય બની રહેશે. તા. ૧૪, ૧૫. શુભ.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Tags :