Get The App

શરદ પુર્ણિમાએ ધાબા પર ખીર કેવી રાખશો? જાણો તેનું શું મહત્વ અને ફાયદા

આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે

શરદ પુર્ણિમાના આ દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓથી પરિપુર્ણ થઈ અમૃત વર્ષા કરતો હોય છે

Updated: Oct 23rd, 2023

GS TEAM


Google News
Google News
શરદ પુર્ણિમાએ ધાબા પર ખીર કેવી રાખશો? જાણો તેનું શું મહત્વ અને ફાયદા 1 - image

તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર 

Sharad Purnima : સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારો પાછળ કોઈને કોઈ રહસ્ય રહેલું હોય છે, જેમા કેટલાક પ્રચલિત તહેવારો વિશે આપણને ખ્યાલ હોય છે, પરંતુ એવા કેટલાક તહેવારો ઉજવવામાં આવે છે પરંતુ તેની પાછળ ચોક્કસ તથ્ય હોય છે. નવરાત્રિના નવ દિવસ પછી દશેરા ઉજવવામાં આવે છે અને દશેરા બાદ શરદ પુર્ણિમાંનો તહેવાર ઉજવવામા આવે છે. આ દિવસે માં લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે. 

ચોખાના પૌવા, સાકર અને  દૂધ સાથે બનાવેલ ખીર આરોગવામાં આવે છે

આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકર અને દૂધ સાથે બનાવેલ ખીર આરોગવામાં આવે છે. તેમજ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.

શરદ પુર્ણિમા 28 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે

આ વખતે શરદ પુર્ણિમા 28 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. અને આ પવિત્ર દિવસે ઘરની સાફ- સફાઈ કરી માં લક્ષ્મીજીની પૂજા અર્ચના કરી મંત્રોજાપ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત પુર્ણિમાના દિવસે આખી રાત ખુલ્લા આકાશ નીચે ખીર મુકવામાં આવે છે. આખી રાત આ રીતે ચંદ્રમાની રોશનીમાં ખીર રાખવાથી તે ઔષધિ બની જાય છે. 

કેવી રીતે રાખવામાં આવે છે ખીર 

શરદ પુર્ણિમાના આ દિવસે ચંદ્ર પોતાની 16 કલાઓથી પરિપુર્ણ થઈ અમૃત વર્ષા કરતો હોય છે. ચંદ્રમાં મન અને ઔષધિઓના દેવતા માનવામાં આવે છે. આ દિવસે ધાબા પર કે અન્ય જગ્યાએ ચંદ્રમાનો પ્રકાશ પડે તે રીતે એક પાત્રમાં રાત્રિમાં  ખીર મુકવી જોઈએ અને રાખવી જોઈએ અને ત્યાર બાદ તેને ચાંદીના વાસણમાં લઈને ખાવી જોઈએ.

શરદ પૂનમના દિવસે ખીરનું મહત્વ 

પૌરાણક કથા અને માન્યતા પ્રમાણે, શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણોથી તમામ રોગોનો નાસ કરી દે તેવા ગુણ હોય છે, જે શરીર અને આત્મા બન્ને માટે  પોષણરુપ હોય છે. એક એવી પણ માન્યતા રહેલી છે કે શરદ પૂનમના દિવસે ચંદ્રની કિરણોમાંથી અમૃત નીકળે છે અને તેનો લાભ મેળવવા માટે ખીરને ચંદ્રના અજવાળામાં મૂકવામાં આવે છે. અને ત્યારબાદ સવારના સમયે ખીરને પ્રસાદરૂપે આરોગવામાં આવે છે. આખી રાત ચંદ્રમાના પ્રકાશમાં રાખેલી ખીર હવે સામાન્ય ખીર નહી પરંતુ તે એક ઔષધિ બની ગઈ છે. જે ખીર પિતનાશક હોય છે. તેમજ શીતળ, સાત્વિક અને આરોગ્યપ્રદ બની ગઈ હોય છે. 

Tags :