Sharad Purnima 2020 : કેમ ખાસ છે શરદ પૂનમ, જાણો તેનું મહત્ત્વ અને માન્યતાઓ વિશે...
- માન્યતા અનુસાર, શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે
નવી દિલ્હી, તા. 29 ઑક્ટોબર 2020, ગુરુવાર
શરદ પૂનમ હિન્દૂઓના જાણિતા તહેવારમાંથી એક છે. શરદ પૂનમના દિવસે મહિલાઓ વ્રત રાખે છે અને રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં રાખે છે. શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા બાદ ખુલ્લા આકાશનમાં ખીર રાખવાની પરંપરા છે. માન્યતા છે કે આ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. એટલા માટે બહાર ખીર રાખવામાં આવે છે જેથી તેમાં અમૃત વર્ષા થાય. શરદ પૂનમને લઇને બીજી અન્ય માન્યતાઓ પણ છે.
1. શરદ પૂનમને લઇને શ્રીમદ્દ ભાગવતગીતામાં લખ્યુ છે કે આ પૂનમની રાત્રે ભગવાન કૃષ્ણે એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇ હતી. શરદ પૂનમની આ રાતને 'મહારાસ' અથવા 'રાસ પૂર્ણિમા' કહેવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન કૃષ્ણે એક-એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આ જ કૃષ્ણ અને ગોપીઓ નાચતાં રહ્યા, જેને મહારાસ કહેવામાં આવે છે. આ મહારાસને લઇને કહેવાય છે કે કૃષ્ણે પોતાની શક્તિથી શરદ પૂનમની રાતને ભગવાન બ્રહ્માની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી. બ્રહ્માજીની એક રાત મનુષ્યોની કરોડો રાત સમાન હોય છે.
2. શરદ પૂનમને લઇને એક અન્ય માન્યતા અનુસાર આ રાત ધનના લક્ષ્મીએ આકાશમાં વિચરણ કરતાં કહ્યું હતું કે 'કો જાગ્રતિ'. સંસ્કૃતમાં 'કો જાગ્રતિ' નો અર્થ છે 'કોણ જાગે છે'. માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમના દિવસે અને રાત્રે જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે. આ માન્યતાને કારણે જ શરદ પૂનમને 'કોજાગર પૂર્ણિમા' પણ કહેવામાં આવે છે.
3. આ પૂનમને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીજીનો જન્મ થયો હતો. એટલા માટે શરદ પૂનમના દિવસે ભારતના કેટલાય ભાગમાં માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
4. શરદ પૂનમના દિવસે કુવારી છોકરીઓ પણ સારો વર પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે. ખાસકરીને ઓડિશામાં શરદ પૂનમને 'કુમાર પૂનમ' કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે અને સાંજે ચાંદ નિકળ્યા બાદ વ્રત ખોલે છે.
5. શરદ પૂનમની આ માન્યતાઓ ઉપરાંત રાત્રે બનાવવામાં આવતી ખીર સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ રાત્રે બનાવવામાં આવતી ખીરને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા આકાશમાં રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ, અસ્થમા, હૃદયની બીમારીઓ, ફેફસાંની બીમારીઓ અને આંખોની રોશની સાથે સંકળાયેલ પરેશાનીઓમાં લાભ થાય છે.