Sharad Purnima 2020 : શા માટે તમામ પૂનમમાં સૌથી ખાસ છે શરદ પૂનમ?
- જાણો, શરદ પૂનમનું મહત્ત્વ અને તિથિ વિશે...
નવી દિલ્હી, તા. 27 ઑક્ટોબર 2020, મંગળવાર
શરદ પૂનમ કે જેને અશ્વિન પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કૌમુદી વ્રત વગેરે જેવા કેટલાય નામથી ઓળખવામાં આવે છે. દરેક પૂનમમાં શરદ પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે. માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્રમાંથી નિકળતાં કિરણો અમૃત સમાન હોય છે. શરદ પૂનમની રાત્રે ખીર બનાવીને ચાંદની રોશનીમાં રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે શરદ પૂનમ પર ચંદ્રના કિરણો જ્યારે ખીર પર પડે છે ત્યારે ખીરમાં વિશેષ ઔષધિયગુણ આવી જાય છે.
શરદ પૂનમનું મહત્ત્વ
હિન્દૂ ધર્મમાં દર મહીને આવતી પૂનમનું વિશેષ મહત્ત્વ હોય છે. શરદ પૂનમ પર ચંદ્ર પૃથ્વીની ખૂબ જ નજીક આવી જાય છે જેના કારણે ચંદ્રની સુંદરતા વધી જાય છે. શરદ પૂનમના દિવસે નિકળતા ચાંદના કિરણો ખૂબ જ લાભદારી હોય છે.
શરદ પૂનમનું શુભ મુહૂર્ત 2020
પૂનમ આરંભ : 30 ઑક્ટોબર 17:47 થી
પૂનમ સમાપ્ત : 31 ઑક્ટોબર 20:21 સુધી
શરદ પૂનમ પર માતા લક્ષ્મીનું આગમન
માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે. અને તે ઘરે-ઘરે જઇને બધાને વરદાન આપે છે, પરંતુ જે લોકો દરવાજો બંધ કરીને સૂઇ રહે છે ત્યાંથી લક્ષ્મીજી દરવાજેથી જ પરત ચાલી જાય છે. ત્યારે શાસ્ત્રોમાં આ પૂનમને કોજાગર વ્રત એટલે કે કોણ જાગી રહ્યું છે વ્રત પણ કહેવામાં આવે છે. આ દિવસની લક્ષ્મી પૂજા તમામ ઋણમાંથી મુક્તિ અપાવે છે. તેથી શરદ પૂનમને ઋણ મુક્તિ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.