Astro

મેષ-ધન સહિત 5 રાશિના જાતકો માટે સમય ભારે! શનિની વક્રી ચાલના કારણે ધન-સન્માન ગુમાવશો, સંબંધો બગડશે

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
દંડાધિકારી શનિ જલ્દી જ ચાલ બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિની ઊંધી ચાલ લોકોની જિંદગીમાં પણ ઉથલ-પાથલ કરી દીધી છે. જુલાઈથી વક્રી થઈ રહેલા શનિ 5 રાશિના જાતકોને ભારે નુકસાન થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ-ધન સહિત 5 રાશિના જાતકો માટે સમય ભારે! શનિની વક્રી ચાલના કારણે ધન-સન્માન ગુમાવશો, સંબંધો બગડશે
Image: Freepik

Shani Vakri Impact: દંડાધિકારી શનિ જલ્દી જ ચાલ બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિની ઊંધી ચાલ લોકોની જિંદગીમાં પણ ઉથલ-પાથલ કરી દીધી છે. જુલાઈથી વક્રી થઈ રહેલા શનિ 5 રાશિના જાતકોને ભારે નુકસાન થઈ શકે છે. 

શનિ વક્રીની અસર

વર્ષ 2025માં પહેલા ન્યાયના દેવતા શનિએ ગોચર કર્યુ અને હવે શનિ વક્રી થવા જઈ રહ્યા છે. 13 જુલાઈથ શનિ વક્રી થવા જઈ રહ્યા છે. શનિનિ વક્રી ચાલ હવે એ રાશિઓને વિશેષ રૂપે કષ્ટ આપી શકે છે, જેના પર સાડાસાતી અથવા ઢૈય્યા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દ્વારકા, ભાવનગર અને વડોદરા સહિત 8 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ, સુરતમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ

138 દિવસ ચાલશે ઊંધી ચાલ

શનિ 13 જુલાઈથી 28 નવેમ્બર 2025 સુધી એટલે કે, 138 દિવસ ઊંધી ચાલ ચાલશે. આ સમય સરળ નહીં રહે કારણ કે, વક્રી શનિ વધારે કષ્ટ આપે છે. જોકે, કુંડળીમાં શનિની સ્થિતિ મુજબ લાભ પણ થાય છે. જાણો શનિની વક્રી ચાલ કઈ રાશિઓ માટે અશુભ રહેશે. 

આ પણ વાંચોઃ Gujarat Rain : સુરતમાં 13.6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર

કઈ રાશિના જાતકો પર પડશે નકારાત્મક અસર? 

  • મેષઃ મેષ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. એવામાં વક્રી શનિના કારણે નાણાંકીય નુકસાન થઈ શકે છે. ખરચા પર કાબૂ નહીં રહે. તેથી નકામા ખર્ચ કરવાથી બચો નહીંતર દેવું કરવાની સ્થિતિ આવી શકે છે. આ સિવાય ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું.
  • મિથુનઃ મિથુન રાશિના જાતકોને શનિની ઊંધી ચાલથી આર્થિક નુકસાન થઈ શખે છે અને નાણાંકીય તંગી પણ આવી શકે છે. કામમાં રૂકાવટ આવવાથી પરેશાન રહેશો. કામ કરવાના સ્થળે વિરોધીઓ સક્રિય રહેશે. ધીરજ રાખો અને મોટો નિર્ણય લેવાનું ટાળો. 
  • કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે પણ આ સમય પડકારભર્યો સાબિત થઈ શકે છે. મન અશાંત અને દુઃખી રહેશે. ઘર અથવા ઓફિસમાં ફસાયેલા અનુભવ કરશો. કોઈપણ વિવાદ ટાળવો અને વાતચીતથી સંબંધ સુધારવાના પ્રયાસ કરવા.
  • વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિનો જાતકોને વક્રી શનિના કારણે સંઘર્ષપૂર્ણ સમય આવી શકે છે. વધુ મહેનત કરવી પડશે. થાક અને તણાવ વધુ રહેશે. એકાગ્રતાથી કામ કરવું, નહીંતર ભૂલ પડી શકે છે. 
  • ધનઃ ધન રાશિના જાતકો આ સમય શાંતિથી પસાર કરે. તમારા પર શનિ વક્રીનો પ્રભાવ પડી શકે છે. ભાવનાત્કમ અને માનસિક સ્તર પર અસ્થર રહેશો. તેથી કોઈપણ કામ ઉતાવળે કે જોશમાં આવીને ન કરવું, તેનાખથી નુકસાન થઈ શકે છે અને સંબંધો પણ બગડી શકે છે. આ 3 મહિના શાંતિથી પસાર કરવા.