FOLLOW US

આ જાતકો પર શનિની સાડાસાતીની કોઈ અસર નહીં, જાણો કઈ ભાગ્યશાળી રાશિઓને મળશે લાભ

શનિદેવ પોતાના ગોચરમાં એક રાશિમાથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે.

કુંડળીમાં શનિ ત્રીજા, છઠ્ઠા. આઠમા અને બારમા સ્થાન પર હોય તે ઉચ્ચ અવસ્થામાં હોય છે.

Updated: May 20th, 2023

Image Envato

તા.  20 મે 2023, શનિવાર 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને એક મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. અને આમ જોઈએ તો જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ અને બાધાઓ માટે શનિને જ જવાબદાર માનવામાં આવે છે. દરેક લોકોના જીવનમાં એકવાર તો શનિની સાડાસાતિ જરુર આવે છે. અને આ સમય દરમ્યાન લોકો હેરાન થઈ જાય છે. શનિના અશુભ પ્રભાવથી બનેલા કામ પણ બગડી જાય છે તેમજ જીવનમાં અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ સમસ્યાઓ પેદા થતી જાય છે. તો વળી કુંડળીમાં એવી કોઈ ખાસ સ્થિતિમાં શનિ શુભ પરિણામ આપે છે. અને તેમાના આર્શિવાદ જાતકો પર બની રહેતા હોય છે. આવો જાણીએ કે કઈ રાશિઓ પર શનિની શુભ અસર થવાની છે અને કે જેના પર સાડાસાતીનો ખરાબ પ્રભાવ પડવાનો છે. 

આ રાશિઓ પર કોઈ ખાસ પ્રભાવ નહી પડે

શનિદેવ પોતાના ગોચરમાં એક રાશિમાથી બીજી રાશિમાં જવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. અઢી વર્ષના આ સમયને ઢૈયા પણ કહેવામાં આવે છે.  આ પ્રકારે સાડાસાતી સાત વર્ષની હોય છે. અને તેમા ઢૈયા અને સાડાસાતીને જીવનનો સૌથી ખરાબ સમય માનવામાં આવે છે. અને તે વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારના ઉતાર ચડાવ લઈને આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે મકર અને કુંભ રાશિ પર શનિ ગ્રહનો સ્વામિ છે અને તુલા તેમની ઉચ્ચ રાશિ છે. શનિના સાડાસાતીનો પ્રભાવ કુંભ, મકર અને તુલા રાશિના જાતકો પર પડે છે. એટલે કે આ લોકોને શનિની સાડાસાતીને અશુભ પ્રભાવનો સામનો નહી કરવો પડે. 

આવી સ્થિતિમા નહી પડે કોઈ અસર

એટલે જો વ્યક્તિના જીવનમા પહેલાથી જ કોઈ ગ્રહની શુભ અસર ચાલી રહી હોય તો આવા સમયે શનિની સાડાસાતી પણ શુભ થઈ જાય છે. તો આવી સ્થિતિમાં શનિદેવની કોઈ ખાસ અસર નહી પડે અને તેથી તમારા કામમાં કોઈ બાધા નહી આવે.

આ ઉપરાંત જે લોકોની કુંડળીમાં શનિ ત્રીજા, છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાન પર હોય તે ઉચ્ચ અવસ્થામાં હોય છે. આવા જાતકોને શનિની સાડાસાતી કોઈ જ પ્રકારની અસર નહી થાય. અને તેમને શુભ પરિણામ મળશે. 

Gujarat
IPL-2023
Magazines