Get The App

28 નવેમ્બરે શનિ મીન રાશિમાં માર્ગી થશે, 3 રાશિના જાતકો થશે માલામાલ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
28 નવેમ્બરે શનિ મીન રાશિમાં માર્ગી થશે, 3 રાશિના જાતકો થશે માલામાલ 1 - image

Shani Margi 2025:  જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવ્યા છે. કુંડળીમાં જો શનિ શુભ સ્થિતિમાં છે તો તેનો સકારાત્મક પ્રભાવ પડશે અને જો તે કોઈની રાશિમાં અશુભ સ્થિતિમાં છે તો તેનો નકારાત્મક પ્રભાવ પડશે. પંચાંગ પ્રમાણે 28 નવેમ્બરે શનિ મીન રાશિમાં માર્ગી થશે. એવું માનવામાં આવે છે કે, જ્યારે શનિ વક્રી ચાલથી માર્ગી થાય છે, ત્યારે લોકોના જીવનની સમસ્યાઓનો અંત આવે છે અને તેમને આર્થિક કાર્યોમાં પણ પ્રગતિ પ્રાપ્ત થાય છે.

દ્રિક પંચાગ પ્રમાણે શનિ 28 નવેમ્બરે સવારે 9:20 વાગ્યે મીન રાશિમાં માર્ગી થશે. આ પહેલા શનિ વક્રી ચાલ ચાલી રહ્યા હતા. તો ચાલો જાણીએ કે, શનિના માર્ગી થવાથી કઈ રાશિના જાતકો માલામાલ થશે. 

1. મેષ રાશિ

શનિના માર્ગી થવાથી મેષ રાશિના જાતકોના જીવનમાં રાહતની લહેર લાવશે. અત્યાર સુધી જે અવરોધો અને મુશ્કેલીઓ આવી રહી હતી તે ધીમે-ધીમે દૂર થશે. તમને ભાગ્યનો સાથ મળશે અને તમને કરિયર, નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે. આવકના સ્ત્રોત વધશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમને જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો અનુભવ થશે. બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય વિસ્તાર અને લાભનો સંકેત આપી રહ્યો છે.

2. તુલા રાશિ

શનિના માર્ગી થવાથી તુલા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં ખુશીનું આગમન થશે. ઘર-પરિવારમાં સૌહાર્દ અને શાંતિનો માહોલ બનશે. જો તમે નવી પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યો છો, તો સફળતા મળવાની પૂરી શક્યતા છે. આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે.

આ પણ વાંચો: અમેરિકામાં શટડાઉનની અસર દેખાવા લાગી, 40 એરપોર્ટ પર 1000થી વધુ ફ્લાઈટ કેન્સલ

3. કુંભ રાશિ

શનિના માર્ગી થવાથી કુંભ રાશિના જાતકોના કરિયર અને અને કાર્યસ્થળમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓ પણ તમારાથી પ્રસન્ન થશે. આ પ્રશંસા તમને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તે લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ સમય દરમિયાન તમે કોઈપણ જૂના દેવા અથવા લોન ચૂકવવામાં પણ સફળ થશો.