Shani Jayanti 2026: વૈશાખ વદ અમાસના દિવસે શનિ જયંતિ આવે છે, 16 મે, 2026ના શનિવારના રોજ અમાસના દિવસે શનિ ભક્તો માટે ભક્તિનો ખાસ સંયોગ બને છે. વિદ્વાનોના માર્ગદર્શન મુજબ, આ અવસરે ભક્તિ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે
જેમની કુંડળીમાં શનિ ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, દશા કે શનિની નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસે ભક્તિ હેતુ સવારે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળમાં દૂધ અને કાળા તલ મિશ્ર કરી અભિષેક કરવું. તેમજ ત્યાં જો પીપળાનું વૃક્ષ હોય તો તેને પણ જળ વડે સિંચન કરતાં પ્રદક્ષિણા કરવી લાભદાયક સાબિત થશે.
જ્યારે સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડીયામાં તેલનો ઉભી વાટ( ફુલ બત્તિ)નો દીવો પ્રગટાવો હિતાવહ કહી શકાય. રાત્રે ઘરે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, શિવ મંત્ર જાપ કે માર્ગદર્શન મુજબ કહેલ મંત્ર યથાશક્તિ મુજબ જપવા હિતકારી જણાય છે
જો શક્ય હોય તો જરૂરતમંદ વ્યક્તિને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું. આ ઉપરાંત ગાય, શ્વાનને રોટલી આપવી તેમજ જરૂરીયાતમંદને ભોજન કરાવવું પણ યોગ્ય છે.
આ પણ વાંચો: શનિ જયંતિ 2026: ન્યાયના દેવતાની થશે અસીમ કૃપા, જાણો તમારી રાશિ પર શું થશે અસર
અન્ય કોઈ કારણસર મંદિરમાં જઇ પૂજા ના કરી શકે તેવા લોકો આ દિવસે ઘરે બેસીને શિવજાપ, હનુમાનજી નાપાઠ કે શનિ ચાલીસા વાંચી કે સાંભળીને પ્રાથના કરવી યોગ્ય કહી શકાય. યથાશક્તિ ભક્તિ કરવાથી ઇશ્વરકૃપાથી રાહતની લાગણી પ્રાપ્ત થાય છે, જીવનની પ્રતિકૂળતા ઓછી થાય છે.


