નવેમ્બરમાં શનિદેવ ખોલશે 4 રાશિઓના ભાગ્ય, થશે છપ્પડફાડ કમાણી અને પ્રગતિ
આગામી 4 નવેમ્બર 2023થી કુંભ રાશિમાં માર્ગી થઈ જશે
નવેમ્બર માસમાં શનિને માર્ગી થવાથી વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે
Updated: Sep 27th, 2023
![]() |
Image Twitter |
તા. 27 સપ્ટેમ્બર 2023, બૂધવાર
સનાતન ધર્મ (Dharma)ની પરંપરામાં શનિદેવ (Shanidev)ને ન્યાય ના દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવને ન્યાય ખૂબ પ્રિય છે, એવામાં જો જાતક ન્યાયપુર્વક કામ કરે તો તેના પર શનિદેવની વિશેષ કૃપા બની રહે છે. અને જે જાતક ન્યાયની સંગતમાં નથી રહેતો તેના પર શનિદેવ (Shanidev) ની વક્રદૃષ્ટિ રહે છે. શનિની વક્રદૃષ્ટિ પડે તો વ્યક્તિ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકતો નથી. જ્યોતિષશાસ્ત્ર (Astrology) પ્રમાણે શનિદેવ અત્યારે કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યા છે અને હવે આગામી 4 નવેમ્બર 2023થી કુંભ રાશિમાં માર્ગી થશે. એવામાં શનિદેવ કેટલીક રાશિઓ માટે ભાગ્યવર્ધક અને પ્રગતિ કરનારા સાબિત થશે. આવો જાણીએ નવેમ્બર (November) મહિનામાં કઈ રાશિઓનો ભાગ્યોદય થવાનો છે.
વૃષભ રાશિ
નવેમ્બર માસમાં શનિદેવ માર્ગી થતાં વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ દરમ્યાન શનિ દેવની કૃપાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે. આ સાથે જે લોકોને આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને રાહત થશે. આ સાથે શનિદેવ નોકરી કરતાં લોકો અને વેપારીઓ માટે વરદાનરુપ સાબિત થશે.
મિથુન રાશિ
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નવેમ્બર માસમાં શનિ માર્ગી થવાથી મિથુન રાશિ માટે લાભ આપનારા સાબિત થશે. જેમા આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. સાથે સાથે શનિ માર્ગી થવાથી આ સમયગાળામાં જમીન અને વાહન ખરીદવાનો યોગ બને છે. આ દરમ્યાન અટકેલા કાર્યો પુરા થશે. તેમજ મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
શનિ દેવ માર્ગી થતાં સિંહ રાશિના જાતકો માટે ખૂબ પ્રગતિકારક સાબિત થશે. આ દરમ્યાન સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ સુધરે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં લાગેલા છે તેમને નવેમ્બર મહિનામાં ખુશખબરી મળશે. વેપારી વર્ગને વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. પિતૃ સંપત્તિથી લાભ મળશે.
કન્યા રાશિ
નવેમ્બર મહિનામાં શનિદેવ માર્ગી થવાથી કન્યા રાશિને વિશેષ ફાયદો થવાનો છે. વાસ્તવમાં શનિદેવ આ રાશિના જાતકોને નોકરી અને ધંધામાં ખૂબ પ્રગતિ કરાવવાના છે. આ દરમ્યાન ધન લાભનો યોગ બની રહ્યો છે. આ સાથે ધંધામાં પણ પ્રગતિ માટેના પ્રબળ યોગ બની રહ્યો છે. રોકાણ કરવાથી આર્થિક લાભ થઈ શકે છે. આ રાશિના જાતકો શનિની દશા ભોગવી રહ્યા હશે તો રાહત મળશે.