માથાથી પગ સુધી પૈસામાં ડૂબેલા રહે છે આ રાશિના લોકો, ખુદ શનિદેવ કરે છે તેમની રક્ષા
શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે.
કેટલાક લોકો પર શનિદેવ તેમની અસીમ કૃપાનો પુષ્કળ વરસાદ વરસાવે છે.
Image Twitter |
તા. 10 જૂન 2023, શનિવાર
શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ આપતા હોય છે. સારાં કર્મ કરનારાને સારું ફળ મળે છે અને ખરાબ કર્મ કરનારાને ખરાબ ફળ મળે છે. એક વાત એવી પણ છે કે જો શનિદેવ કોઈ વ્યક્તિ પર મહેરબાન થઈ જાય તો તે વ્યક્તિના જીવનમાંથી દુ:ખનો નાશ થઈ જાય છે. આટલું જ નહીં આવા લોકોને શનિદેવ ક્યારેય પૈસાની તંગીનો થવા દેતા નથી.
કેટલાક લોકો પર શનિદેવ તેમની અસીમ કૃપાનો પુષ્કળ વરસાદ વરસાવે છે.
આ બાબતે જ્યોતિષીઓનું કહેવું છે કે એવું નથી કે શનિદેવ તમામ લોકો માટે ક્રૂર સાબિત થાય છે. કેટલાક લોકો પર તેમની અસીમ કૃપાનો પુષ્કળ વરસાદ વરસાવે છે. આ શનિદેવની પ્રિય રાશિમાં સામેલ હોય છે. આ રાશિના જાતકોને શનિની સાડા સાતી અથવા ધૈયા દરમિયાન શનિદેવ પરેશાન નથી કરતા. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.
આ છે શનિદેવની પ્રિય રાશિ
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલીક રાશિઓને શનિદેવની પ્રિય રાશિ માનવામાં આવે છે. તેમાં મકર, કુંભ અને તુલા રાશિનો સમાવેશ થાય છે. મકર અને કુંભ રાશિને એટલા માટે પ્રિય માનવામાં આવે છે કારણ કે શનિ તેમનો સ્વામી છે. તો આ બાજુ તુલા રાશિને શનિની ઉચ્ચ રાશિ માનવામાં આવે છે. એટલું જ નહીં, મીન અને ધનુ રાશિ પર પણ શનિદેવની કૃપા રહેલી હોય છે. આ બંને રાશિઓનો સ્વામી ગુરુ છે અને શનિનો મિત્ર છે. આથી આ તમામ રાશિઓ પર શનિદેવની ખૂબ જ કૃપા રહે છે. એવું કહેવાય છે કે આ રાશિના લોકો માટે શનિની દશા એટલી પીડાદાયક નથી જેટલી અન્ય રાશિના લોકો માટે હોય છે.