Sawan 2020 : શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ, જાણો તેની કેટલીક ખાસિયતો
- શ્રાવણ મહિનાના પ્રત્યેક દિવસનું ખાસ મહત્ત્વ હોય છે
નવી દિલ્હી, તા. 21 જુલાઇ 2020, મંગળવાર
હિન્દૂ ધર્મના સૌથી પવિત્ર મહિનાઓમાંથી એક શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. જ્યોતિષઓ અનુસાર શ્રાવણના સોમવારને સોમ અથવા ચંદ્રવાર પણ કહેવાય છે. આ દિવસ ભગવાન શિવને અતિપ્રિય છે. શ્રાવણમાં મંગળવારે મંગલાગૌરી વ્રત, બુધવારે બુધ ગણપતિ વ્રત, બૃહસ્પતિવારે બૃહસ્પતિ દેવ વ્રત, શુક્રવારે જીવંતિકા વ્રત, શનિવારે બજરંગ બલી તેમજ નૃસિંહ વ્રત અને રવિવારે સૂર્ય વ્રત હોય છે.
શ્રાવણમાં શિવ આરાધનાનું છે વિશેષ મહત્ત્વ
જ્યોતિષ અનુસાર હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનાની પોતાની સંસ્કૃતિ છે. જેઠના તીવ્ર તડકા અને અષાઢની ભેજ બાદ પ્રકૃતિ પર અમૃત વર્ષા થાય છે. શ્રાવણ મહિનામાં શ્રવણ નક્ષત્ર તથા સોમવારથી ભગવાન શિવનો ગાઢ સંબંધ છે. ભગવાન શિવે પોતે કહ્યું છે કે તેમને બાર મહિનામાં શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. આ મહિનાની વિશેષતા છે કે આ મહિનામાં કોઇ દિવસ વ્રત વગરનો નથી હોતો.
આ મહિનામાં ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, શતરૂદ્રનો પાઠ અને પુરુષ સૂક્તનો પાઠ તેમજ પંચાક્ષર, ષડાક્ષર વગેરે શિવ મંત્ર તેમજ નામનો જાપ વિશેષ ફળ આપનાર હોય છે. પૂર્ણિમા તિથિનો શ્રવણ નક્ષત્રથી યોગ થવાથી પણ આ મહિનાનું નામ શ્રાવણ કહેવાય છે. શ્રાવણ મહિનાની મહાનતા સાંભળીને એટલે કે શ્રવણને કારણે તેનું નામ શ્રાવણ પડ્યું છે. આ સાંભળવા માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનો તેમજ શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્ર અને ચંદ્રના સ્વામી ભગવાન શિવ, શ્રાવણ મહિના અને દેવાધિદેવ શિવ જ છે.
પૂજા કરવાથી આ ફળ પ્રાપ્ત થાય છે
જ્યોતિષ અનુસાર શ્રાવણમાં એક મહિના સુધી શિવાલયમાં સ્થાપિત, પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ અથવા ધાતુથી બનાવવામાં આવેલ શિવલિંગ અથવા નર્મદેશ્વર શિવનું ગંગાજળ તેમજ દૂધથી રૂદ્રાભિષેક કરો, તે શિવને અત્યંત પ્રિય છે. કુશોદકથી વ્યાધી શાંતિ, પાણીથી વરસાદ, દધિથી પશુધન, શાહીના રસથી લક્ષ્મી, મધથી ધન, દૂધ તેમજ એક હજાર મંત્ર સહિત ઘીના અભિષેકથી પુત્ર તેમજ વંશવૃદ્ધિ થાય છે.
શ્રાવણમાં દરેક તિથિઓનું દેવતા
જ્યોતિષ અનુસાર, શ્રાવણ પ્રતિપદા તિથિના દેવતા અગ્નિ, દ્વિતીયાના બ્રહ્મા, તૃતીયાના ગૌરી, ચતુર્થીના ગણનાયક, પંચમી નાગ, ષષ્ઠીના નાગ, સપ્તમીના સૂર્ય, અષ્ટમીના શિવ, નવમીના દુર્ગા, દશમીના યમ, એકાદશીના સ્વામી વિશ્વદેવ, દ્વાદશીના ભગવાન શ્રીહરિ, ત્રયોદશીના કામદેવ, ચતુર્દશીના ભગવાન શિવ, અમાસના પિતર અને પૂનમના સ્વામી ચંદ્ર છે.
શ્રાવણના તહેવાર
જ્યોતિષ અનુસાર પ્રતિપદાએ અશૂન્ય વ્રત, દ્રિતીયાને ઔદુંબર વ્રત, તૃતીયાનું ગૌરી વ્રત, ચતુર્થીનો દૂર્વા ગણપતિ વ્રત, પંચમીએ ઉત્તમ નાગ પંચમી વ્રત, ષષ્ઠીનો સ્પંદન વ્રત, સપ્તમીનો શીતલા દેવી વ્રત, અષ્ટમી અને ચતુર્દશીના દેવો વ્રત, નવમીનો નક્ત વ્રત, દશમીનો આશા વ્રત, એકાદશીનો ભગવાન શ્રીહરિ વ્રત, દ્વાદશીને શ્રીધર વ્રત, ત્રયોદશીનો પ્રદોષ વ્રત, અમાસનો પિઠોરા વ્રત, કુશોત્પાટન અને વૃષભોનું અર્ચન કરો તથા પૂનમે ઉત્સર્જન, ઉપાકર્મ, સભા દ્વીપ, રક્ષાબંધન, શ્રાવણી કર્મ, સર્પ બલિ તથા હયગ્રીવ નામના આ સાત વ્રત શ્રાવણ પૂનમે હોય છે.