Ardha Kendra Yog: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે કર્મનો કારક શનિ અને બુદ્ધિ, વેપાર અને સંવાદના સ્વામી બુધ એક ખાસ કોણીય સ્થિતિ બનાવે છે, ત્યારે તેનો પ્રભાવ સામાન્ય નથી રહેતો. આવો જ એક દુર્લભ સંયોગ 28 જાન્યુઆરી, 2026ના રોજ બનવા જઈ રહ્યો છે, જ્યારે શનિ અને બુધ એક-બીજાથી 45 ડિગ્રી પર સ્થિત થઈને અર્ધકેન્દ્ર યોગ બનાવશે. શનિને જ્યાં ન્યાય, શિસ્ત અને કર્મફળનો ગ્રહ માનવામાં આવે છે, તો બીજી તરફ બુધ બુદ્ધિ, વ્યૂહરચના, વાણી અને નિર્ણય ક્ષમતાનો પ્રતીક છે. આ બંને ગ્રહોનો આ યોગ એવા જાતકો માટે ખાસ છે, જેઓ સખત મહેનત સાથે યોગ્ય વિચાર અને પ્લાનિંગ સાથે આગળ વધે છે.
આ સમયે શનિ મીન રાશિમાં અને બુધ મકર રાશિમાં બિરાજમાન રહેશે. મકર રાશિમાં બુધની યુતિ સૂર્ય, મંગળ અને શુક્ર સાથે પણ રહેશે, જેના કારણે આ યોગની શક્તિ વધી જશે. ચાલો જોઈએ કે આ અર્ધકેન્દ્ર યોગ કઈ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે.
મીન રાશિ
ગોચર સ્થિતિ
બુધ: નવમો ભાવ
શનિ: લગ્ન ભાવ
ફાયદા
મીન રાશિના જાતકો માટે આ યોગ ભાગ્ય અને વ્યક્તિત્વ બંનેને મજબૂત કરશે. લગ્નમાં સ્થિતિ શનિ તમને ગંભીર, જવાબદાર અને શિસ્તબદ્ધ બનાવશે, બીજી તરફ નવમા ભાવમાં બુધ તમારુ ભાગ્ય, શિક્ષણ અને ઉચ્ચ જ્ઞાનને સક્રિય કરશે. તમને કરિયરમાં સીનિયરનો સહયોગ મળશે. ઉચ્ચ શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા રિસર્ચ સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે-ધીમે પૂર્ણ થવા લાગશે.
સિંહ રાશિ
ગોચર સ્થિતિ
બુધ: આઠમો ભાવ
શનિ: છઠ્ઠો ભાવ
ફાયદા
સિંહ રાશિના જાતકો માટે આ યોગ સંઘર્ષો પર વિજય અપાવનારો સાબિત થશે. છઠ્ઠા ભાવમાં શનિ શત્રુઓ અને અવરોધો પર નિયંત્રણ આપે છે, જ્યારે આઠમા ભાવમાં બુધ અચાનક લાભ અને ગુપ્ત વિષયોની સમજમાં વધારો પ્રદાન કરે છે. કોર્ટ કેસ અથવા વિવાદોમાં સફળતા મળશે. નોકરીમાં સ્પર્ધકોને પાછળ છોડવાના યોગ બનશે. સ્વાસ્થ્યમાં ધીમે-ધીમે સુધરો થશે. રિસર્ચ, વીમા, ટેક્સ અથવા ગુપ્ત કાર્યો સાથે સંકળાયેલા લોકોને લાભ મળશે. તમે પહેલા કરતાં માનસિક રીતે વધુ મજબૂત બનશો.
વૃષભ રાશિ
ગોચર સ્થિતિ
બુધ: નવમો ભાવ
શનિ: ત્રીજો ભાવ
આ પણ વાંચો: બગદાણા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ, બે કલાકની પૂછપરછ બાદ SITની કાર્યવાહી
ફાયદા
વૃષભ રાશિના જાતકો માટે આ યોગ તમારી મહેનતનું સંપૂર્ણ ફળ આપશે. ત્રીજા ભાવમાં શનિ સાહસ અને બહાદુરીમાં વધારો કરે છે, જ્યારે નવમા ભાવમાં બુધ ભાગ્યનો સાથ આપે છે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે. બિઝનેસમાં લાંબા અંતરની યાત્રાથી લાભ થશે. લેખન, મીડિયા, માર્કેટિંગ અને કમ્યુનિકેશન સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે.


