Sankashti Chaturthi 2021 : જાણો, સંકષ્ટી ચતુર્થીનું શુભ મુહૂર્ત, મહત્ત્વ અને વ્રત વિધિ વિશે...
નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 31 જાન્યુઆરી એટલે કે રવિવારે રાખવામાં આવશે. સંકષ્ટી ચતુર્થીને સકટ ચોથ, વર્કતુંડી ચતુર્થી, માહી અને તિલકુટા ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે.
સંકષ્ટી ચતુર્થી 2021
માન્યતાઓ અનુસાર, સંકષ્ટી ચતુર્થીના દિવસે જે જાતક સાચા મનથી ભગવાન ગણેશનું વ્રત અને પૂજા કરે છે અને તમામ સંકટ દૂર થઇ જાય છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી સંતાન દીર્ઘાયુ થાય છે. જાણો, સંકષ્ટી ચતુર્થીનું શુભ મુહૂર્ત, મહત્ત્વ, વ્રત વિધિ અને અર્ધ્યની પદ્ધતિ.
સંકષ્ટી ચતુર્થી વ્રત શુભ મુહૂર્ત
સંકષ્ટી ચતુર્થી વ્રત તિથિ :- 31 જાન્યુઆરી 2021 (રવિવાર)
સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય :- 20:40 વાગ્યાથી
સંકષ્ટી ચતુર્થીનો આરંભ :- 31 જાન્યુઆરી, રવિવાર 20:25 વાગ્યે
સંકષ્ટી ચતુર્થી સમાપ્તિ :- 01 ફેબ્રુઆરી 2021, સોમવાર 18:23 વાગ્યા સુધી
સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહત્ત્વ
સંકષ્ટી ચતુર્થીના દિવસે શ્રી ગણેશની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસ વિઘ્નહર્તા ગણેશજીનું વ્રત રાખવાથી કષ્ટોનું નિવારણ થાય છે અને સંતાન નિરોગી અને દીર્ઘાયુ થાય છે. સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી ગ્રહોની અશુભતા પણ દૂર થાય છે.
સંકષ્ટી ચતુર્થી વ્રત પૂજા વિધિ
1. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
2. ભગવાન ગણેશને પવિત્ર જળથી સ્નાન કરાઓ.
3. ત્યારબાદ ભગવાન ગણેશની પૂજા કરો.
4. સૂર્યાસ્ત બાદ બીજીવાર સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો.
5. ભગવાન ગણેશની મૂર્તિ પાસે એક કળશમાં પાણી ભરીને રાખો.
6. ત્યારબાદ ભગવાન ગણેશને ધૂપ-દીપ, નૈવેદ્ય, તલ, લાડુ, શક્કરિયા, જામફળ, ગોળ ચઢાઓ.
સંકષ્ટી ચતુર્થીના દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવાની રીત
સંકષ્ટી ચતુર્થીનું વ્રત ચંદ્રમાને અર્ધ્ય આપ્યા બાદ જ પૂરુ અને સફળ માનવામાં આવે છે. ચંદ્રમાને અર્ધ્ય મધ, રોલી, ચંદન અને દૂધથી આપવું જોઇએ. આ દિવસ મહિલાઓના વ્રત તોડ્યા બાદ શક્કરિયા પણ ખાય છે.