Astro

વર્ષ 2032 સુધી મેષ રાશિના જાતકો પર રહેશે સાડાસાતી, અશુભ પ્રભાવથી બચવા કરો આ ઉપાય

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
હાલમાં મેષ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની સાડાસાતી સાડા સાત વર્ષની હોય છે. મેષ રાશિ પર વર્ષ 2025માં શનિની સાડાસાતી શરુ થઈ છે અને વર્ષ 2032 સુધી રહેશે. મેષ રાશિ પર હાલમાં શનિની સાડાસાતી પહેલા ચરણમાં છે. શનિની સાડાસાતી ત્રણ ચરણોમાં હોય છે, દરેક ચરણમાં અઢી વર્ષ હોય છે. શનિના પહેલા ચરણને ઉદય ચરણ કહેવામાં આવે છે. આ ચરણમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. આ પછી, શનિનું બીજુ ચરણ શરૂ થાય છે. આ તબક્કો સૌથી પીડાદાયક તબક્કો માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિને નાણાકીય તેમજ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ પછી શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો શરૂ થાય છે. આ ચરણમાં શનિની સાડાસાતીના કષ્ટ ઓછા થવા લાગે છે. આ સમય દરમિયાન, વ્યક્તિના જીવનમાં પણ સુધારો થવા લાગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષ 2032 સુધી મેષ રાશિના જાતકો પર રહેશે સાડાસાતી, અશુભ પ્રભાવથી બચવા કરો આ ઉપાય

Shani Ki Sade Sati : હાલમાં મેષ રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિની સાડાસાતી સાડા સાત વર્ષની હોય છે. મેષ રાશિ પર વર્ષ 2025માં શનિની સાડાસાતી શરુ થઈ છે અને વર્ષ 2032 સુધી રહેશે. મેષ રાશિ પર હાલમાં શનિની સાડાસાતી પહેલા ચરણમાં છે. શનિની સાડાસાતી ત્રણ ચરણોમાં હોય છે, દરેક ચરણમાં અઢી વર્ષ હોય છે. શનિના પહેલા ચરણને ઉદય ચરણ કહેવામાં આવે છે. આ ચરણમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોય છે. આ પછી, શનિનું બીજુ ચરણ શરૂ થાય છે. આ તબક્કો સૌથી પીડાદાયક તબક્કો માનવામાં આવે છે. આ સમય દરમિયાન વ્યક્તિને નાણાકીય તેમજ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ પછી શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો શરૂ થાય છે. આ ચરણમાં શનિની સાડાસાતીના કષ્ટ ઓછા થવા લાગે છે. આ સમય દરમિયાન, વ્યક્તિના જીવનમાં પણ સુધારો થવા લાગે છે. શનિની સાડાસાતીના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ કેટલાક ઉપાયો પણ કરી શકાય છે. ચાલો જાણીએ શનિ સાડાસાતીથી બચવાના ઉપાયો...

આ પણ વાંચો: મેષ અને મિથુન સહિત આ 3 રાશિના જાતકો માટે કપરા ચઢાણ! 30 વર્ષ બાદ શનિ-મંગળનો ખતરનાક યોગ

હનુમાન ચાલીસાનો પાઠ કરો

શનિ સાડાસાતીની અશુભ અસરથી બચવા માટે વ્યક્તિએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિને હનુમાનજીના આશીર્વાદ મળે છે તેના પર શનિની સાડાસાતીથી અસર થતી નથી. 

દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરો

શનિની સાડાસાતીની અશુભ અસર ઘટાડવા માટે વ્યક્તિએ દરરોજ દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. દશરથ કૃત શનિ સ્તોત્રની રચના ભગવાન શ્રી રામના પિતા રાજા દશરથ દ્વારા કરવામાં આવી હતી. દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવાથી શનિદેવના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 21 થી 27 જુલાઈ, 2025, જાણો આ સપ્તાહ તમારી રાશિ માટે કેવું રહેશે?

ભગવાન શિવજીની પૂજા કરો 

જે વ્યક્તિને ભગવાન શિવના આશીર્વાદ મળે છે, તે વ્યક્તિ શનિની અશુભથી અસરથી પ્રભાવિત થતો નથી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રોજ શિવલિંગ પર જળ અર્પણ કરો.