એક એવા ઋષિ જેમણે પોતાના પુત્ર દ્વારા કપાવી દીધું પોતાની પત્નીનું માથું
- નામ જાણીને તમે પણ દંગ રહી જશો
અમદાવાદ, તા. 8 જૂન 2018 શુક્રવાર
પ્રાચીન સમયમાં કેટલાક એવા ઋષિ હતા. જેમણે કઠોર તપસ્યા કરીને દેવી-દેવતાને પ્રસન્ન કરી અને ઈચ્છા પ્રમાણે વરદાન પ્રાપ્ત કર્યા હતા. આવા જ એક ઋષિ છે જમદગ્નિ. જમદગ્નિ બહુ તપસ્વી ઋષિ હતા.
પોતાના તપથી તેમણે સૂર્ય પાસેથી વાણીનું સામર્થ્ય વધારવા માટેની વિદ્યા પ્રાપ્ત કરી હતી. ગંગાના કિનારે કઠોર તપસ્યા કરી દેવરાજ ઈન્દ્રને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી કામધેનુ પ્રાપ્ત કરી હતી. જમદગ્નિ ઋષિના કુલ પાંચ દિકરા હતા. જેમાં પરશુરામ તેમને સૌથી પ્રિય હતા કેમ કે પરશુરામ ક્યારેય પણ તેમની અવજ્ઞના નથી કરી.
જાણો જમદગ્નિ ઋષિ સાથે જોડાયેલી ખાસ વાતો
- તેમનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો. જમદગ્નિ પોતાની પત્ની પર ગુસ્સો કરીને તેમનું માથું પુત્ર પરશુરામ પાસેથી કપાવી દીધુ હતુ અને ચાર પુત્રને મારી નાખ્યા હતા.
- આ પ્રસંગ પછી પરશુરામે પોતાના બુદ્ધિ કૌશલયથી બધાને ફરીથી જીવતા કરી દીધા હતા પછી તેમને પોતાના તપ કરીને પોતાના ક્રોધ પર જીત પ્રાપ્ત કરી લીધી અને પછી તેઓ ક્યારે પણ ગુસ્સે નહતા થતા.
ભૃગુકુલમાં થયો હતો જન્મ
- જમદગ્નિ ઋષિનો જન્મ ભૃગુકુલમાં થયો હતો. તેમના પિતા મહર્ષિ ઋચિક અને માતા સત્યવતી હતી
- જમદગ્નિની પત્નીનું નામ રેણુકા હતુ. જેનાથી તેમને પાંચ પુત્ર રુમણ્વત, સુષેણ, વસુમત, વિશ્વાસ અને પરશુરામ
સૂર્યદેવ પણ આવી ગયા હતા તેમની શરણમાં
- એક પ્રસંગ અનુસાર એક વખત ઋષિએ તીર છોડ્યુ હતુ તેને લેવા માટે પત્ની રેણુકાને કહ્યું હતું. તે સમયે તડકો બહુ હતો. જેના લીધે તે રસ્તામાં થાકી ગઈ હતી.
- રેણુકા એક વૃક્ષની નીચે થોડાક સમય માટે આરામ કર્યો તેના કારણે તેને મોડુ થઈ ગયુ હતું. રેણુકાએ જમદગ્નિને બધી વાત જણાવી. ત્યારે જમદગ્નિને બહુ ગુસ્સો આવ્યો હતો.
- ક્રોધિત જમદગ્નિ બાણથી સૂર્યને કાણું પાડવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ તે સમયે સૂર્ય તેમની શરણમાં આવી ગયા, જેના લીધે ઋષિનો ક્રોધ શાંત થઈ ગયો હતો.
- રાજા કાર્તવીર્ય જબરદસ્તીથી લઈ ગયા હતા કામધેનુ-
-જમદગ્નિએ ઈન્દ્રની તપસ્યા કરી કામધેનું પ્રાપ્ત કરી હતી. એક દિવસ હૈહય દેશના રાતા કાર્તવીર્ય સહસ્રબ્રાણ અર્જુન તેમના આશ્રમમાં આવ્યા હતા. જમદગ્નિએ કામધેનુંમી મદદથી તેમનું સ્વાગ્ત-સત્કાર કર્યો હતો. કાર્તવીર્યને કામધેનું પસંદ આવી ગયા હતા.