આ ગુફામાં રાવણનું શબ હોવાની વાત પાછળનું સત્ય 10,000 વર્ષ બાદ આવ્યું સામે
નવી દિલ્હી, 8 ઓક્ટોબર 2019, મંગળવાર
દરેક વ્યક્તિને રામાયણ સાથે સંકળાયેલી વાતોનું સત્ય શું છે તે વિશે જાણવા ઉત્સુકતા હોય છે. એવું કહેવામાં આવે છે કે શ્રીલંકામાં હજી પણ રામાયણથી સંબંધિત ઘણા ઐતિહાસિક સ્થળો છે. આ સ્થાન ભગવાન શ્રી મ અને રાવણ સાથે જોડાયેલા ઘણા સત્યને દર્શાવે છે. પુરાતત્ત્વવિદોએ શ્રીલંકામાં આવા 50થી વધુ સ્થળ શોધવાનો દાવો કર્યો છે જે રામાયણ કાળ સાથે સંબંધ ધરાવે છે. આ સંશોધનમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રાવણનો મૃતદેહ હજી અહીંની એક ગુફામાં છે. આ ગુફા શ્રીલંકાના રૈગલાના જંગલોમાં આવેલી છે.
જો કે રાવણનું મૃત્યુ ક્યાં થયું હતું તેનું કોઈ પ્રમાણ મળતું નથી. પરંતુ કહેવાય છે કે ભગવાન શ્રીરામના હાથે તેનો વધ 10,000 વર્ષો પહેલા થયો હતો. અહીંના રૈગલાના જંગલોમાં 8 હજાર ફૂટ ઊંચી એક ગુફા છે. અહીં રાવણના શબને સાચવી એક તાબુતમાં રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે આ તાબુત પર એક ખાસ લેપ લગાડવામાં આવ્યો છે જેના કારણે હજારો વર્ષોથી તેની અંદર શબ સચવાયેલું છે.
શ્રીલંકાના ઈંટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલી રિસર્ચ અનુસાર જે તાબુતમાં રાવણનું શબ રાખવામાં આવ્યું છે તેની લંબાઈ 18 ફૂટની છે અને પહોળાઈ 5 ફૂટની છે. કહેવાય છે કે તાબુત નીચે રાવણનો ખજાનો પણ દબાયેલો છે. જેનું રક્ષણ એક ભયંકર નાગ અને અન્ય ખતરનાક પ્રાણી કરે છે.
માન્યતાઓ અનુસાર જ્યારે શ્રીરામએ રાવણનો વધ કર્યો ત્યારબાદ તેના શબને અંતિમ સંસ્કાર માટે વિભીષણને સોંપી દીધું હતું. પરંતુ વિભીષણએ રાજ્યાભિષેક માટે રાવણના શબને એમ જ મુકી રાખ્યું. ત્યારબાદ નાગકુળના લોકો તેના શબને પોતાની સાથે લઈ ગયા. તેમને વિશ્વાસ હતો કે રાવણની મોત ક્ષણિક છે અને તે ફરીથી જીવિત થશે. પરંતુ આવું થયુ નહીં અને તે લોકોએ રાવણના શબને મમી બનાવી દીધું જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહે.
રિસર્ચમાં એવો ખુલાસો પણ થયો છે કે અશોક વાટિકા ક્યાં હતી અને તેનું પુષ્પક વિમાન ક્યાં ઉતરતું હતું. આ ઉપરાંત ભગવાન હનુમાનના પગના નિશાન મળ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જો કે આ તમામ વસ્તુઓની પ્રમાણિકતા સિદ્ધ થઈ નથી.