ઘર કે ઓફિસમાં આ સ્થાને ન રાખવું મંદિર, નહીં તો થઈ જશો કંગાળ
અમદાવાદ, તા. 10 મે 2018 ગુરુવાર
ઘરની પવિત્રતા માટે ઘરની અંદર હકારાત્મકતાનું વાતાવરણ જાળવી રાખવા માટે કોઈ પણ ઘર, કે ઓફિસમાં ભગવાનના નિવાસ માટે મંદિરનું નિર્માણ કરાવવું જોઈએ, પરંતુ કેટલાક લોકો પોતાના હિસાબથી અથવા જગ્યાની અછતના કારણે ઘર કે ઓફિસમાં કોઈ પણ જગ્યાએ અથવા કોઈ પણ દિશામાં મંદિરનું નિર્માણ કરતા હોય છે, જેને અશુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘર હોય કે ઓફિસ, મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં મંદિરનું સ્થાન રાખવું જોઈએ.
આ દિશાને બ્રહૃમ સ્થાન માનવામાં આવે છે. મંદિર બનાવવા માટે હંમેશા ઈશાન ખૂણાની પંસદગી કરવી જોઈએ. તે સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર, મંદિરની દીવાલો પર હળવો પીળો કલર શુભ માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર, ક્યારેય પણ સૂવાની જગ્યાએ અથવા બેડ પાસે મંદિર ન બનાવવુ જોઈએ. જો તમે બેડરૂમમાં મંદિર રાખતા હોય તો રાતે મંદિરને પડદાથી ઢાંકી દો. તેમજ ભૂલથી પણ મંદિરની આસપાસ કચરાપેટી, શૌચાલય, ઝાડુ ન રાખવું જોઈએ.
તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ ક્યારેય પણ સીડીની નીચે મંદિર ન બનાવવુ જોઈએ. તે સિવાય ઘરમાં મંદિરની ઉપર ગુંબર ન બનાવો. તેનાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.