3 મહિના આ મંત્રજાપથી પ્રસન્ન થશે કુબેર ભગવાન
ધનપ્રાપ્તિની ઇચ્છા કોની નથી થતી. પૈસા કમાવવા માણસ દિવસ-રાત મહેનત કરે છે કારણ કે ધન વિના ભોતિક સુખ-સુવિધાઓ પૂરી નથી થતી. તેથી જ લોકો ધનના દેવતા કુબરેને પ્રસન્ન કરવા માટે પ્રયત્નો કરે છે. આમની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે વ્યક્તિ પાસે પુષ્કળ ધન પણ આવે છે.
કુબેરદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ મંત્રોનો જાપ અસરદાર સાબિત થાય છે. ગ્રંથોમાં લખેલું છે કે જો કોઈ નિર્ધન વ્યક્તિ પૂરા નિતિ-નિયમથી કુબેરની પૂજા કરે તો એ ધનવાન બની શકે છે. ધનપતિ કુબેરની જે જાતક પર કૃપા હોય તે વ્યક્તિના ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે.
ધનપ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ કરો.
ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહી દાપય સ્વાહા
આ મંત્રનો જાપ કરતી વખતે પોતાની સામે ધનલક્ષ્મી કૌડી રાખો અને દક્ષિણની તરફ મોં કરીને બેસો. ત્રણ મહિના સુધી રોજે 108 વાર આ મંત્રનો જાપ કરો. ત્રણ મહિના પૂરા થયા પછી આ કોડીને પોતાની તિજોરીમાં મુકી દો. ધીમે ધીમે કુબેરદેવની કૃપા તમારા પર થવા લાગશે અને તિજોરી કદી ખાલી નહી રહે. ધ્યાન રાખો કે આ મંત્રનો જાપ કરતી વખતે થોડી પણ ભૂલ ના થવી જોઈએ. નહીં તો જાપનું પૂરતું પરિણામ મળતું નથી.
રાવણ સંહિતા અનુસાર ભગવાન કુબેરની કૃપા મેળવવા માટે 'ઓમ શ્રીં, ઓમ હ્રીં શ્રીં, ઓમ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય: નમ:' મંત્રનો જાપ સૌથી લાભકારી હોય છે. દિવસમાં એકવાર પણ જો આ જાપ કરવામાં આવે તો બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તેમાંય જો લાલ ચંદનની માળાથી જપ કરવામાં આવે તો વધારે શુભ થાય છે.