Get The App

વાંચો તમારું 31 મે, 2025નું રાશિ ભવિષ્ય

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 31 મે, 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : નોકરી-ધંધાના કામકાજમાં કોઇને કોઇ રૂકાવટ-મુશ્કેલી જણાય. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી.

વૃષભ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.

મિથુન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં લાભ જણાય.

કર્ક : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અગત્યના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા મળી રહે.

સિંહ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. વાદ-વિવાદથી દૂર રહેવું.

કન્યા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે તો આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતો જાય.

તુલા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામને પૂર્ણ કરવા માટે દોડધામ-શ્રમ જણાય.

વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજમાં વિલંબ થાય.

મકર : આપને રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કુંભ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. કોર્ટ-કચેરીના કામકાજને લીધે દોડધામ-શ્રમ-ખર્ચ અનુભવાય.

મીન : આપની બુદ્ધિ-અનુભવ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ


Tags :