મેષ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
વૃષભ : આપના કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. નોકર-ચાકરવર્ગની તકલીફના લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આપને આનંદ જણાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જવાથઈ રાહત થતી જાય.
સિંહ : આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે.
કન્યા : આપે રાજકીય સરકારી કામકાજમાં ખાતાકીય કામકાજમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં ઉતાવળ કરવી નહીં.
તુલા : આપના કામકાજમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના કામમાં રાહત જણાય.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઇ શકે.
ધન : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં આપને રાહત રહે. નોકર-ચાકરવર્ગનો સાથ મળી રહે.
મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કુંભ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
મીન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજ મનદુ:ખથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ


