વાંચો તમારું 30 જૂન, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે ચિંતા-ઉચાટ રહે.
મિથુન : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો થાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કન્યા : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે બીમારી-ચિંતા જણાય.
તુલા : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુવર્ગની ચિંતા જણાય.
મકર : દિવસનાં પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. સીઝનલ-વાયરલ બીમારાથી આપે સંભાળવું પડે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થાય.
મીન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ વધે.
- અગ્નિદત્ત પદમનાભ