મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.
વૃષભ : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કોર્ટ-કચેરીના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : જેમ દિવસ પસાર થતો જાય તેમ સતત આપે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.
સિંહ : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં લાભ થાય.
કન્યા : આપને દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
મકર : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.
મીન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
- અગ્નિદત્ત પદમનાભ


