વાંચો તમારું 26 મે, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી સામાજિક-વ્યવહારિક કામ રહે.
વૃષભ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી જણાય. બપોર પછી રાહત થતી જાય.
મિથુન : આપના કામમાં સંતાનનો સાથ મળી રહે. પરદેશના કામ, ધર્મકાર્ય થઈ શકે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ રહે.
કર્ક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
સિંહ : દેશ-પરદેશના, આયાત-નિકાસના કામકાજ અંગે વ્યસ્તતા-ખર્ચ જણાય. ભાઈભાંડુનો સાથ મળી રહે.
કન્યા : દિવસ દરમ્યાન આપે અનિચ્છાએ પણ કામમાં વ્યસ્ત રહેવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ, બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.
ધન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર-ચાકર વર્ગનો સાથ મળી રહે.
મીન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે.
- અગ્નિદત્ત પદમનાભ