Get The App

તમારું 26 જાન્યુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
તમારું 26 જાન્યુઆરી, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : પ્રજાસત્તાક દિવસની  આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મિલન-મુલાકાત થાય.

વૃષભ : ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ. આપના કામમાં રૂકાવટ- મુશ્કેલી આવ્યા કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણા ભીડ રહે.

મિથુન : પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ. આપના કાર્યમાં આકસ્મિક સફળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. આનંદ- ઉત્સાહ રહે.

કર્ક : ગણતંત્ર દિનની શુભકામનાઓ. દિવસ દરમ્યાન આપે સતત કોઇ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ અનુભવાય.

સિંહ : પ્રજાસત્તાક દિવસની સર્વને શુભેચ્છાઓ. યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતથી આનંદ થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

કન્યા : આપ સર્વને પ્રજાસત્તાક દિવસની  ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની કાળજી રાખવી.

તુલા : ગણતંત્ર દિનની શુભકામનાઓ. આપના કાર્યની સાથે જાહેર સંસ્થાકીય કામ રહે. રાજકીય- સરકારી કામમાં વ્યસ્ત રહો.

વૃશ્ચિક : પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું.

ધન : ગણતંત્ર દિનની ખૂબ શુભકામનાઓ. આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.

મકર : આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ શુભેચ્છાઓ. આપને કામકાજમાં પ્રતિકુળતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કુંભ : સર્વને ગણતંત્ર દિનની શુભકામનાઓ. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.

મીન : આપ સર્વને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે સામાજિક - વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.