Updated: May 25th, 2023
મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન મકાનના કામમાં ધ્યાન રાખવું પડે.
વૃષભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઇ શકે.
મિથુન : આપને ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો જણાય. સીઝનલ ધંધામાં પરિવારનો સાથ મળી રહે.
કર્ક : માનસિક પરિતાપ છતાં આપના કામમાં વ્યસ્ત રહિ દિવસ પસાર કરી શકો. જો કે કામનો ઉકેલ આવવાથી રાહત થાય.
સિંહ : કોર્ટ-કચેરીના કામમાં આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ અનુભવાય.
કન્યા : પુત્ર-પૌત્રાદિકના સાથ સહકારથી કામનો સરળતાથી ઉકેલ લાવી સકો. ધર્મકાર્ય શુભકાર્યથી આનંદ ઉત્સાહ રહે.
તુલા : આપના જમીન મકાન વાહન અંગેના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. ઘરપરિવારનો સહકાર મળતા રાહત રહે.
વૃશ્ચિક : દેશ-પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે નવો ઓર્ડર મળતાં આનંદ થાય.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી સંભાળવું પડે.
મકર : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
કુંભ : આપને રાજકીય સરકારી કામમાં મુશ્કેલી જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.
મીન : આપના કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતા મળી રહે. પરદેશના કામ થાય. ધર્મકાર્ય શુભકાર્ય થાય.
- અગ્નિદત્ત પદમનાભ