Get The App

વાંચો તમારું 24 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 24 નવેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃષભ : આપે તન-મન -ધનથી  વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ રહે.

મિથુન : આપને મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. રાજકીય સરકારી કામમાં સાનુકૂળતા રહે. અન્યનો સહકાર મળી રહે.

કર્ક : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.

સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા જણાય.

તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક- વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જાય.

ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

મકર : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. ચિંતા રહે.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ- શ્રમના લીધે થાક-કંટાળો અનુભવાય.

અગ્નિદત્ત પદમનાભ