Updated: May 24th, 2023
મેષ : આપના કામમાં કોઈને કોઈ પ્રતિકુળતા જણાય. આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ કરવામાં મુશ્કેલી પડે.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
મિથુન : આપના કાર્યમાં સાનુકુળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા મળી રહે. કામ ઉકેલાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. મહત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય.
સિંહ : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. મોસાળપક્ષ-સાસરીપક્ષની ચિંતા અનુભવાય.
કન્યા : આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનના પ્રશ્ને રાહત રહે.
તુલા : દિવસ દરમ્યાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. સગા-સંબંધી, મિત્ર વર્ગના કામ માટે દોડધામ રહે.
વૃશ્ચિક : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
ધન : આપને દિવસના પ્રારંભથી સુસ્તી-બેચેની અનુભવાય. કામના દબાણની સ્વાસ્થ્ય પર અસર ના પડે તેનું ધ્યાન રાખવું.
મકર : આપના કામની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા જણાય. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે.
કુંભ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મીન : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય.
- અગ્નિદત્ત પદમનાભ