મેષ : સામાજિક વ્યવહારિક કામકાજમાં આપને દોડધામ શ્રમ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં લાભ થાય.
વૃષભ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા અસમંજસતા રહ્યા કરે.
મિથુન : આપને કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો.
કર્ક : આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. આપની દોડધામ-શ્રમમાં ઘટાડો થાય. ધંધામાં લાભ ફાયદો રહે.
સિંહ : ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે આપને વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતા રાહત રહે.
કન્યા : જૂના મિત્ર-સ્વજન સ્નેહી સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ-ઉત્સાહ રહે. આડોશ-પડોશનું કામકાજ રહે.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.
વૃશ્ચિક : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
ધન : આપના કાર્યની પ્રગતિની ઇર્ષ્યા કરનાર હરિફવર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરે. આકસ્મિક ખર્ચ જણાય.
મકર : પત્ની-સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ આવી શકે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કુંભ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
મીન : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.
- અગ્નિદત્ત પદમનાભ


