Get The App

વાંચો તમારું 23 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 23 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાનુકુળતા રહે.

વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણે જ કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

મિથુન : આપે રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કર્ક : આપના કામમાં સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થાય.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ઉતાવળ ન કરવી.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

ધન : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

મકર : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.

કુંભ : આપના કામકાજમાં કાંઈને કાંઈ રૂકાવટ મુશ્કેલી જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી.

મીન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. કામનો ઉકેલ લાવી શકો.

- અગ્નિદત્ત પદમનાભ