વાંચો તમારું 23 જૂન, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
વૃષભ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
મિથુન : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં મુશ્કેલી જણાય.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા થતી જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. આનંદ રહે.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન મકાન વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા રહે.
કન્યા : દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં સાનુકુળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. સામાજિક વ્યવહારિક કામમાં આપે સાવધાની રાખવી પડે.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મુલાકાત થઇ શકે.
ધન : રાજકીય સરકારી કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીરે ધીરે સાનુકુળતા થતી જાય.
મકર : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. વાણીની મીઠાશથી કામ લેવું.
કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા રહે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. જમીન મકાન વાહન અંગે ચિંતા રહે.
મીન : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ જણાય. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ