Get The App

વાંચો તમારું 23 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 23 ફેબ્રુઆરી, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

- અગ્નિદત્ત પદમનાભ

મેષ : માનસિક પરિતાપ - વ્યગ્રતા અનુભવાય. વિચારોની અસમંજસતા દ્વિધાને લીધે કામકાજમાં વિલંબ જણાય. ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

વૃષભ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.

મિથુન : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. મહત્ત્વના નિર્ણય લેવા નહીં.

કર્ક : આપે જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય. વ્યગ્રતા બેચેની જણાય.

સિંહ : આપે દેશ પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ઉતાવળ કરવી નહીં. મિલન-મુલાકાત મુલતવી રાખવા.

કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

તુલા : અગત્યના કામકાજમાં આપને મુશ્કેલી જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. પત્નીની ચિંતા અનુભવાય.

વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ જણાય.

ધન : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામ કરી લેવું. પરદેશના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઉચાટ રહે.

મકર : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

કુંભ : ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગની તકલીફના લીધે ધાર્યું કામકાજ થઇ શકે નહીં. યાત્રા-પ્રવાસ ટાળવો.

મીન : બેંકના વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. સામાજિક વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું પડે.