વાંચો તમારું 22 સપ્ટેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપ સૌને શારદીય નવરાત્રીની ખૂબ ખૂૂબ શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહો.
વૃષભ : આસો નવરાત્રીની શુભેચ્છાઓ. આપના રુકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય.
મિથુન : સર્વેને શારદીય નવરાત્રીની શુભેચ્છાઓ. નોકરી-ધંધાના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. ઉચાટ- ઉદ્વેગ રહે.
કર્ક : મા જગદંબાના પાવન પર્વની શુભકામનાઓ. આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
સિંહ : આસો નવરાત્રીની સર્વેને શુભેચ્છાઓ. આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
કન્યા : આજથી શરૂ થઈ રહેલા મા નવદુર્ગાના પાવન પર્વની શુભકામનાઓ. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.
તુલા : શારદીય નવરાત્રીની ખૂબ શુભેચ્છાઓ. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય. કામકાજમાં પ્રતિકુળતાને લીધે ઉચાટ - ઉદ્વેગ રહે.
વૃશ્ચિક : આસો નવરાત્રીની ખૂબ શુભકામનાઓ. આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય.
ધન : મા અંબાના પાવન પર્વની શુભેચ્છાઓ. દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.
મકર : મા નવદુર્ગાના પર્વની આપને શુભકામનાઓ. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. પરદેશના કામ થાય.
કુંભ : આસો નવરાત્રની શુભેચ્છાઓ. દિવસના પ્રારંભથી જ આપને તબીયતની અસ્વસ્થતા જણાય. સુસ્તી- બેચેની અનુભવાય.
મીન : આપ સર્વેને શારદીય નવરાત્રીની શુભકામનાઓ. સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં દોડધામ શ્રમ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ