Updated: May 21st, 2023
મેષ : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા રહે.
વૃષભ : આપના કાર્યમાં સાનુકુળતા થતી જાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લાભ-ફાયદો મળી રહે.
મિથુન : વ્યગ્રતા-બેચેની છતાં આપના કામમાં વ્યસ્ત રહો. આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય.
કર્ક : માનસિક પરિતાપ ઉચાટ અનુભવાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિ અને ધીરજથી દિવસ પસાર કરી લેવો.
સિંહ : આપના કાર્યમાં ધીમે ધીમે સાનુકુળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. મિલન-મુલાકાત થાય.
કન્યા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની દોડધામ શ્રમમાં વધારો થતો જાય. પિતૃપક્ષે દોડધામ રહે.
તુલા : આપના કામમાં ધીમે ધીમે સાનુકુળતા થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન મુલાકાતમાં સફળતા મળી રહે.
વૃશ્ચિક : આપે સ્વાસ્થ્યની કાળજી રાખીને કામકાજ કરવું. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય.
ધન : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ઇચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતતી આનંદ અનુભવાય.
મકર : આપના કાર્યની પૂર્તિ માટે દોડધામ શ્રમ રહે. હરિફાઈનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
કુંભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દૂર થાય.
મીન : આપને કુટુંબ પરિવારની ચિંતા રહે. કામમાં આપે ઉતાવળ કરવી નહિ. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.
- અગ્નિદત્ત પદમનાભ