મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ થાય.
વૃષભ : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.
મિથુન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામકાજ અંગે વ્યસ્તતા રહે.
કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
સિંહ : જૂના મિત્રવર્ગ-સગા-સ્નેહી સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસમાં સાનુકૂળતા રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
ધન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
કુંભ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
મીન : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


