Get The App

વાંચો તમારું 22 ડિસેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 22 ડિસેમ્બર, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ કામકાજ અંગેની આપની વ્યવસ્થામાં વધારો થતો જાય. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

વૃષભ : દિવસ જેમ પસાર થાય તેમ ધીમે ધીમે આપને રાહત થતી જાય. આપના મુશ્કેલીમાં પડેલા કામમાં સરળતા થતી જાય. બઢતી-બદલીમાં પ્રગતિ જણાય.

મિથુન : દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ સમય પસાર થાય તેમ આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

કર્ક : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપને રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

સિંહ : દિવસ પસાર થાય તેમ આપને કામકાજમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : દિવસની શરૂઆત પ્રતિકૂળતાથી થાય પરંતુ જેમ સમય જાય તેમ આપને કામકાજમાં સાનુકૂળતા થતી જાય. હર્ષ-લાભ રહે.

તુલા : આપનો દિવસ મુશ્કેલીભર્યો રહે. કામકાજમાં આપના ધાર્યા પ્રમાણે થાય નહીં. મિત્રવર્ગની મુશ્કેલીના લીધે કામમાં અડચણ રહે.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કાર્યમાં સરળતા મળી રહે.

ધન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતાના લીધે કામકાજમાં વિલંબ જણાય.

કુંભ : દિવસનો પ્રારંભ સારો રહે પરંતુ જેમ દિવસ પસાર થાય આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય.

મીન : ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. આનંદ અનુભવો.