For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 21 મે, 2023નું રાશિ ભવિષ્ય

Updated: May 21st, 2023


મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબીક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.

મિથુન : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગ રહે.

કર્ક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ- આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

સિંહ : આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ જણાય.

કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી સંભાળવું પડે.

વૃશ્ચિક : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં આપના દોડધામ-શ્રમ-ખર્ચમાં વધારો જણાય. ઉચાટ રહે.

મકર : દેશ-પરદેશના કામમાં આપ વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય, આનંદ રહે.

કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા રહે.

મીન : અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જૂના સ્વજન-સ્નેહી- મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat