Get The App

વાંચો તમારું 21 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 21 માર્ચ, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃષભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાંભીડ જણાય.

મિથુન : આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. આપના દોડધામ-શ્રમમા ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે સતત વ્યસ્તતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા રહે.

સિંહ : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.

કન્યા : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. કામના દબાણ-તણાવની અસર આપના સ્વાસ્થ્ય પર પડે.

તુલા : આપના મહત્વના કામકાજનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થાય.

વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજની સાથે બીજું કોઈ કામકાજ આવી જતા આપનાં કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો થાય.

ધન : આપના કામમાં આવેલી રૂકાવટ-મુશ્કેલી દૂર થતાં આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

મકર : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. પરદેશના કામકાજ અંગે મુલાકાત થાય.

મીન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ રહે.

- અગ્નિદત્ત પદમનાભ