Astro

વાંચો તમારું 21 જૂલાઈ, 2025નું રાશિ ભવિષ્ય

By GS TEAM
20 Jul 20251 min read
વાંચો તમારું 21 જૂલાઈ, 2025નું રાશિ ભવિષ્ય

મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.

વૃષભ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ જણાય. રાજકીય-સરકારી-ખાતાકીય કામકાજ થઈ શકે.

મિથુન : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. કામકાજમાં પ્રતિકુળતા જણાય. નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

કર્ક : આપના કામમાં આકસ્મિક-સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આવક જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.

કન્યા : દેશ-પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

વૃશ્ચિક : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. અન્યનો સાથ મળી રહે. અગત્યના નિર્ણય લઈ શકાય.

ધન : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

મકર : આપની બુધ્ધિ-મહેનત-અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કુંભ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે. કામકાજમાં મન લાગે નહીં.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સહકાર્યકરવર્ગ મદદરૂપ થાય.

અગ્નિદત્ત પદમનાભ