મેષ : આપ સર્વેને દિપાવલી પર્વની શુભેચ્છાઓ. આપના કાર્યને પૂર્ણ કરવા માટે દોડધામ શ્રમ જણાય. ખર્ચ ખરીદી જણાય.
વૃષભ : દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. હર્ષ લાભ રહે.
મિથુન : આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ. આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં.
કર્ક : દિપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે.
સિંહ : આપ સહુને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં વ્યસ્ત રહેવું પડે.
કન્યા : દિવાવલી પર્વની સર્વને શુભેચ્છાઓ. આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવાય.
તુલા : દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપે આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર ધીરજથી દિવસ પસાર કરી લેવો.
વૃશ્ચિક : સૌને દિપાવલી પર્વની ખૂબ શુભેચ્છાઓ. આપના કામમાં સરળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
ધન : દિવાળીના પર્વની આપ સર્વેને શુભકામનાઓ. દિવસ દરમ્યાન આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગના કામમાં વ્યસ્ત રહો.
મકર : પ્રકાશના પર્વ દિપાવલીની ખૂબ શુભકામનાઓ. આપને કામમાં સાનુકુળતા રહે. ધર્મકાર્ય શુભકાર્યથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
કુંભ : દિવાળીની સર્વને શુભકામનાઓ. આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે. ઉચાટ-ઉદ્વેગમાં દિવસ પસાર થાય.
મીન : આપ સૌને દિવાળીના પર્વની ખૂભ શુભેચ્છાઓ. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો.
- અગ્નિદત્ત પદમનાભ


