For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 19 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય

Updated: Sep 19th, 2023

વાંચો તમારું 19 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય


મેષ : જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધર્મકાર્ય થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા જણાય.

મિથુન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય શુભકાર્યથી આનંદ રહે.

કર્ક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. પ્રતિકૂળતા અનુભવો.

સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા રહે. ધર્મકાર્ય શુભકાર્યથી પ્રસન્નતા અનુભવો.

કન્યા : આપના કામકાજની સાથે સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ શ્રમ રહે. પરંતુ કામ ઉકેલાતા રાહત જણાય.

તુલા : આપના અગત્યના કામકાજનો ઉકેલ લાવી શકો. રાજકીય સરકારી કામકાજ, જાહેરક્ષેત્રનું સંસ્થાકીય કામ રહે.

વૃશ્ચિક : નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી પડે. આપની ગણત્રી ધારણા અવળી પડતાં ઉદ્વેગ રહે.

ધન : આપના કામમાં આકસ્મિક સરળતા સાનુકુળતાનો અનુભવ થાય. વાણીની મીઠાશથી કામમાં લાભ જણાય.

મકર :  ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા રહે. જમીન મકાન વાહનના કામ થાય.

કુંભ : દેશ પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. જૂના સ્વજન સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે.

મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી દૂર રહેવું.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat