Get The App

વાંચો તમારું 19 મે, 2025નું રાશિ ભવિષ્ય

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 19  મે, 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગની ચિંતા જણાય, દોડધામ રહે.

વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રતિકૂળતા જણાય. મિલન-મુલાકાતમાં આપે ઉતાવળ કરવી નહીં.

મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

કર્ક : માનસિક-પરિતાપ-વ્યગ્રતા અનુભવય. કામમાં મન લાગે નહીં. પત્ની સાથે વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.

સિંહ : આપે રાજકીય-સરકારી કામકાજમાં ઉતાવળ કરવી નહીં. સીઝનલ ધંધામાં આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો થાય. ખર્ચ જણાય.

કન્યા : આપે વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

તુલા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. ઉચાટ રહે.

વૃશ્ચિક : ઉપરી વર્ગ-સહકાર્યકર વર્ગ-નોકર-ચાકર વર્ગની મુશ્કેલીના લીધે કામમાં રૂકાવટ રહે. પરદેશના કામમાં પ્રતિકૂળતા જણાય.

ધન : સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે સંભાળવું પડે. બેંકના,વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે.

મકર : આપના અગત્યના કામકાજમાં અટવાયા કરો. મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી જણાય. મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું.

કુંભ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આકસ્મિક ખર્ચ જણાય.

મીન : પરદેશના કામમાં ધ્યાન રાખવું પડે વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહીને કોઈ કાર્ય કરવું નહીં. સંતાનની ચિંતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :