For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 19 માર્ચ, 2023નું રાશિ ભવિષ્ય

Updated: Mar 18th, 2023


મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની દોડધામ શ્રમમાં રાહત થતી જાતય. હર્ષ-લાભ રહે.

વૃષભ : દિવસના પ્રારંભમાં યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતનું આયોજન થાય. પરંતુ આપની દોડધામ-શ્રમમાં વધારો થતો જાય.

મિથુન : બપોર સુધી તબિયતની અસ્વસ્થતા બેચેની જેવું રહે. ત્યારબાદ ધીમે ધીમે આપને રાહત - શાંતિ થતા જાય.

કર્ક : દિવસના પ્રારંભે આકસ્મિક મિલન મુલાકાતથી આનંદ થાય. બપોર પછી વાહન ચલાવવામાં આપે ધ્યાન રાખવું પડે.

સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કન્યા : આપના કામમાં વ્યસ્તતા રહેવાનો પ્રયાસ કરો. બપોર પછી મોસાળ પક્ષ સાસરી પક્ષના કામ અંગે દોડધામ- શ્રમ રહે.

તુલા : દિવસના પ્રારંભે હૃદય-મનની વ્યગ્રતા જણાય. પરંતુ જેમ દિવસ પસાર થતો જાય આપને ધીમે ધીમે  રાહત શાંતિ થતાં જાય.

વૃશ્ચિક : યાત્રા-પ્રવાસ મિલન મુલાકાતમાં આપે સાચવવું પડે. જમીન મકાન વાહનની લે વેચના કામમાં પ્રતિકૂળતા જણાય.

ધન : આપના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અડોશ પડોશના કામ અંગે દોડધામ વ્યસ્તતા જણાય.

મકર : માનસિક પરિતાપ છતાં કામની શરૂઆત કરો. જેમ દિવસ પસાર થતો જાય તેમ માનસિક પરિતાપ ઓછો થતો જાય.

કુંભ : આપને જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ ધીમે ધીમે રાહત થતી જાય. રુકાવટ-વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

મીન : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. દિવસ પસાર થતો જાય તેમ આપની મુશ્કેલીમાં વધારો થતો જાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat