For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

વાંચો તમારું 18 સપ્ટેમ્બર, 2023નું રાશિ ભવિષ્ય

Updated: Sep 17th, 2023


મેષ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય સરકારી કામમાં આપને સાનુકુળતા મળતા રાહત રહે.

વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતા રાહત રહે. ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે.

મિથુન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. હર્ષ-લાભ અનુભવો.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ભૂલોથી સંભાળવું.

સિંહ : આપના કાર્યમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. ઉપરી વર્ગ આપના કામની પ્રશંસા કરે.

કન્યા : આપના કાર્યમાં સરળતા જણાય. બેન્કના વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કામ થાય.

તુલા : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહિ શકો. ધીમે ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

ધન : આપના કાર્યમાં સંતાનનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવો. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.

મકર : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઇને કોઈ કામકાજ રહ્યા કરે. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

કુંભ : ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન-પ્રસન્નતા અનુભવે. અગત્યના કામમાં સાનુકુળતા મળી રહે.

મીન : દિવસના પ્રારંભથી જ સુસ્તી બેચેની અનુભવાય. અનિચ્છાએ પણ આપે કામમાં વ્યસ્ત રહેવું પડે.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat
Worldcup 2023
English
Magazines