વાંચો તમારું 18 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. આપના કાર્યમાં નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક થાય. કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય.

મિથુન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. આપના વિલંબમાં પડેલ કામનો ઉકેલ લાવી શકો.

કર્ક : દિવસ દરમ્યાન ઉચાટ-ઉદ્વેગ અનુભવ્યા કરો. મોસાળ પક્ષ સાસરી પક્ષે ચિંતા -દોડધામનું આવરણ આવી જાય.

સિંહ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. પરદેશના કામકાજમાં સાનુકુળતા મળી રહે.

કન્યા : સગા-સંબંધી મિત્રવર્ગના કામકાજને લીધે દિવસ દરમ્યાન આપે સતત વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ- શ્રમના લીધે થાક- કંટાળો જણાય.

તુલા : કુટુંબ- પરિવાર સાથે મિત્રવર્ગ સાથે મિલન મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા ઉચાટ ખર્ચ અનુભવાય. વાહન ધીરે ચલાવવું.

ધન : આપના કામની સાથે જાહેર ક્ષેત્રના કામ અંગે સંસ્થાકીય કામ અંગે વ્યસ્ત રહેવું પડે. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકો.

મકર : દિવસ દરમ્યાન સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.

કુંભ : આપના કામમાં વાણીની સંયમતા રાખવી. પરદેશના કામકાજ અંગેની મિલન- મુલાકાતમાં સાનુકુળતા મળી રહે.

મીન : કામકાજમાં રુકાવટના લીધે વ્યગ્રતા-બેચેની અનુભવાય. આવેશ- ઉશ્કેરાટમાં આવી જવું નહીં. વાદ વિવાદથી દૂર રહેવું.

- અગ્નિદત્ત પદમનાભ

City News

Sports

RECENT NEWS