Get The App

વાંચો તમારું 18 મે, 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 17th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 18 મે, 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. પરિવારનો સાથ રહે.

વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામકાજ જણાય.

મિથુન : આપે કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ દેવડમાં ઉતાવળ કરવી નહીં. વાહન ધીરે ચલાવવું.

કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સતત કોઇને કોઈ કામ રહ્યા કરે. આપના દોડધામ શ્રમમાં વધારો જણાય.

કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકુળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.

તુલા : આપને કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. તબીયત સાચવવી.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય સરકારી કામ થાય.

ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ કચેરીના કામ અંગે દોડધામ રહે.

મકર : આપની મહેનત બુધ્ધિ અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ ફાયદો જણાય.

કુંભ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં. પરિવારની ચિંતા રહે.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. પરદેશના કામકાજ થઇ શકે.

- અગ્નિદત્ત પદમનાભ