Get The App

વાંચો તમારું 18 ઓગસ્ટ, 2025નું રાશિ ભવિષ્ય

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 18 ઓગસ્ટ, 2025નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા જણાય.

વૃષભ : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. અન્યનો સાથ મળી રહે. મિલન-મુલાકાત થઇ શકે.

મિથુન : આપના કાર્યમાં કોઇ ને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.

કર્ક : આપના કામમાં પત્ની સંતાનનો સાથ સહકાર મળી રહે. પરંતુ બપોર પછી કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને દિવસ પસાર થતો જાય તેમ દોડધામ શ્રમ ઘટે.

કન્યા : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. બપોર પછી કામ અંગેની વ્યસ્તતા રહે.

તુલા : બપોર સુધી આપેલ સુસ્તી બેચેની રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ત્યાર બાદ ધીરે ધીરે શાંતિ રાહત થતાં જાય.

વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા રહે. અન્યનો સાથ જણાય પરંતુ દિવસ પસાર થતો જાય તેમ આપે સાવધાની રાખવી પડે.

ધન : દિવસનો પ્રારંભ દોડધામ શ્રમથી થાય. અન્યના કામમાં વ્યસ્ત રહેવું પડે. બપોર પછી તેમાં ઘટાડો થતો જાય.

મકર : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતાં રાહત અનુભવો. પરદેશના કામ અંગે મુલાકાત થાય.

કુંભ : દિવસના પ્રારંભે બેચેની વ્યગ્રતા અનુભવાય. ઘર પરિવારની ચિંતા જણાય. બપોર પછી આપના કામમાં વ્યસ્ત થતાં જાવ.

મીન : આપના કામમાં સહકાર્યકરવર્ગ નોકર ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. બપોર પછી ઉચાટ ઉદ્વેગ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ