મેષ : જેમ-જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને કામકાજમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
વૃષભ : જેમ દિવસ પસાર થાય તેમ આપના કામમાં વ્યસ્ત થતાં જાવ. અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
મિથુન : દિવસના પ્રારંભે સાનુકૂળતા રહે. ધીમેધીમે કામકાજ અંગેની આપની વ્યસ્તતામાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ જણાય.
કર્ક : દિવસની શરૂઆત બેચેનીથી થાય, પરંતુ દિવસ પસાર થાય તેમ કામમાં આપને સરળતા થતી જવાથી આનંદ અનુભવો.
સિંહ : જેમ દિવસ પસાર થાય તેમ નોકરી-ધંધાના કામમાં મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
કન્યા : આપના કાર્યની સાથે અન્ય કામકાજ રહે. સંયુક્તત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આનંદ રહે.
તુલા : આપના કામમાં સાનુકૂળતા થતી જાય. મહત્વના કામ અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. ધંધામાં આવક જણાય.
વૃશ્ચિક : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે.
ધન : જેમ દિવસ પસાર થાય તેમ કામમાં આપને કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદથી સંભાળવું પડે.
મકર : દિવસ પસાર થતો જાય તેમ કામમાં આપને રાહત થતી જાય. ધીરે ધીરે આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
કુભ : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં આપે સાનુકૂળતા મળી રહે.
મીન : દિવસના પ્રારંભે આપે આરોગ્યની કાળજી રાખવી પડે. દિવસ પસાર થાય તેમ આપના કામમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ થાય.
- અગ્નિદત્ત પદમનાભ


