વાંચો તમારું 16 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય
મેષ :- આપના કામની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃષભ :- આપને માનસિક પરિતાપ જણાય. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે. નવા નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.
મિથુન :- આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. આપે રાજકીય-સરકારી-ખાતાકીય કાળમાં સંભાળવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
કર્ક :- આપના કામમાં સરળતા-સાનુકૂળતાનો અનુભવ થાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.
સિંહ :- દિવસ દરમ્યાન આપે કોઈને કોઈ કાળમાં વ્યસ્ત રહેવું પડે. આપના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો.
કન્યા :- આપના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
તુલા :- કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-દોડધામ-ખર્ચ જણાય. વાહન ચલાવતી વખતે ધ્યાન આપવું પડે.
વૃશ્ચિક :- આપના કામકાજ અંગેની મિલન-મુલાકાત થવાથી આપને આનંદ-ઉત્સાહ રહે. નવી ઓળખાણ-મિત્રતા થાય.
ધન :- આપના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. રાજકીય-સરકારી કામમાં ખર્ચ જણાય. મોસાળપક્ષ- સાસરીપક્ષે દોડધામ-શ્રમ રહે.
મકર :- આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો મળી રહે.
કુંભ :- આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઈ શકે નહીં. ઉચાટ-ઉદ્વેગ રહે.
મીન :- આપના કામમાં સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ ઉત્સાહ રહે.
- અગ્નિદત્ત પદમનાભ