મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવતો જાય. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. આનંદ અનુભવાય.
વૃષભ : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ થાય નહીં. ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરાવનો ઉત્સાહ જણાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઘટે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય.
સિંહ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. સીઝનલ વાયરલ બીમારીથી આપે ધ્યાન રાખવું.
તુલા : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. આનંદ રહે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
ધન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મકર : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
મીન : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતા રાહત રહે. આનંદ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


